29.4.11

શ્વાસ ને ઉચ્છવાસના ધાગા તણી
મોતની ચાદર અમે કેવી વણી..!!

આભને અડવું હતુ પાયા, તને
લે, ઇમારત કાંગરેથી મેં ચણી

સ્વપ્નની પીડા હતી આંખો ઉપર
લોક કહેતા’તાં તને છે આંજણી

ઇશ્કમાં રંગાઈને સળગું પછી
આપણે તો રોજની હુતાસણી

કંઈક તો મુકો ચબરખી કબ્રમાં
ક્યાં જવું મારે, અને કોના ભણી

1 comment:

Anonymous said...

કંઈક તો મુકો ચબરખી કબ્રમાં
ક્યાં જવું મારે, અને કોના ભણી... saras malik saras.. amar