એક શ્વાસે મૌનને બોલી જુઓ
બંધ આંખો ઊંઘમાં ખોલી જુઓ
હું અને હું-પદ પ્રતિબીમ્બે જરા
આયનાને ત્રાજવે તોલી જુઓ
આપણા કઠ્ઠણ અબોલાઓ નીચે
ઈશ્કની નરમાશ છે, ફોલી જુઓ
લાગણી મારી ને નફરત આપની
ધરકધર જાતી'તી , સમતોલી જુઓ
રજકણો થી સેતુઓ બંધાય છે
રામજીની થઇ ને ખિસકોલી, જુઓ
ડો. નાણાવટી ૩-૨-૧૨
1 comment:
આપણા કઠ્ઠણ અબોલાઓ નીચે
ઈશ્કની નરમાશ છે, ફોલી જુઓ....
વાહ શુ ભીનાશ છે...................
Post a Comment