3.3.10

દરિયે પુગવા, વચમાં આવે રેત રે
જીવતર આખું બળબળતું રણ, ચેત રે

રાતો , પીળો, ભુરો છોને મુળ રે
અમને ગમતો વ્હાલપનો રંગ શ્વેત રે

પથ્થર ફોડી, કૂંપળ ઉગે, છમ્મ રે
શોધો એમા ઇશ્વરનો સંકેત રે

સંબંધોના શમણા રેલમ છેલ રે
લગરીક દેજો નીંદર, નામે હેત રે

ગુંઠા, વીઘા, ખેતર, એકર, મેલ રે
સામી ભીંતે ફોટો રહેશે વ્હેંત રે..!!

1 comment:

k m cho? -bharat joshi said...

ખુબ જ સુંદર રચના...
"ગુંઠા, વીઘા, ખેતર, એકર, મેલ રે
સામી ભીંતે ફોટો રહેશે વ્હેંત રે..
How Much Land Does A Man Need?
લિયો ટોલ્સટોયની વિશ્વપ્રસિધ્ધ વાર્તા યાદ આવી ગઇ....
ડોક્ટર સાહેબ, એક વાત પુછવાનુ મન થાય છે. ફિઝીશ્યન તરીકે જ્યારે
આપનુ સ્ટેથોસ્કોપ ગુંઠા, વીઘા, ખેતર, એકરની બેલેન્સ વાળા પેશન્ટ્ની છાતી એ વિહરતુ હોય ત્યારે આ કળી ગુનગુનાઓ છો કે નહી???? એક વ્હેંતનુ લેમિનેશન કરાવીને ભીંતે રાખવા જેવી રચના!!!!!!!!!
best of jk's
-title"ek venht ni chabi"