31.3.10

ફેંકેલા ગોટલામાં ઠાંસી ઠાંસીને ફરી ડાળ ડાળ વહાલપ ઘોળાતી,
ગીતામાં કાન તમે કીધું ન સમજાણુ, વાત બધી અહીંયા સમજાતી
.

ભણતરના ભારેથી માથુ કાઢીને કદી બાળકને થાય હુંય ઉડું,
પાંખો ને વિંઝવાની વાતો વિચારે ત્યાં સ્પર્ધાની ચાબુક વિંઝાતી
.

અંગુઠો આપ્યાનો ખેદ નથી અમને, પણ શ્રધ્ધાની ડોક તમે કાપી
વિશ્વાસે મુકેલી ખીચડીઓ આમ કદી પાકશે નહી ની વાત થાતી
.

ખુલ્લી બજારે હું તો લાગણીઓ લેવાને નીકળ્યો’તો થેલી લઈ ખાલી
ઉતર-ચડ એવાતો ભાવ થાય રીશ્તાના, જાત હારે થેલી વેંચાતી..!!
.

નીકળ્યા છે આજ બધાં અમને ઉપાડીને, ઉત્સવ હો જાણે કે નોખો
અત્તર, ગુલાલ, ફુલ, ચંદન, અબીલ, તોયે લાશ નથી સહેજે હરખાતી

1 comment:

વિવેક ટેલર said...

સુંદર ગઝલ... કેરીના ગોટલા ફેંકવાની મોસમ આવી ગઈ અને કવિને એક લીલી ડાળ ફૂટી જાણે...